રાજકોટની ખાનગી હોટેલમાં મોટા પાયે દરોડા, સગીરાને વહેચે તે પહેલાં જ પોલીસ ત્રાટકી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

(હિતેન સોની દ્વારા) રાજકોટની સદરબજારમાં સ્થિત આ હોટલ પાર્ ઈનમાં આજરોજ સ્થાનિક પોલીસે રેડ પાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યના NGO દ્વારા પણ તપાસ ચલાવવામાં આવી રહી છે. અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી વેચાણ થતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પ્રબળ શંકાને આધારે શહેર પોલીસે હોટલ પર રેડ પાડી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વેચાણ અર્થે સગીરાને લાવનાર બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા 3 કલાકથી NGO અને સ્થાનિક પોલીસ સગીરાની પૂછપરછ કરી રહી છે. હોટેલ એન્ટ્રી રજીસ્ટર પણ તપાસ કરવામાં આવી રહ્યું છે. સગીરાને ક્યાંથી લાવવામાં આવી તેને લઈને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે. જો કે રાજકોટ મહિલા અભયમ ટીમ, સમાજ સુરક્ષા વિભાગ ટીમ, મહારાષ્ટ્ર NGO ટીમ, મહિલા પીઆઇ સેજલબેન અને સમગ્ર ટીમે સંયુક્ત કાર્યવાહી કરી સગીરાને બચાવી લેવાઈ છે. તેમજ 2 પુરુષ 1 મહિલા આરોપીની અટકાયત કરવામાં આવી છે. મહિલા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓની સઘન પૂછપરછ કરાઈ રહી છે. તપાસ પુર્ણ થયા બાદ દેહ વ્યાપરનું મોટું કૌભાંડ ખુલે તેમ શકયતા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો