મોરબીમાં SDMના બંગલા પાસે જ ઉભરાતી ગટરની બેસુમાર ગંદકી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

મોરબી શહેરના કબ્રસ્તાન રોડ પાસે આવેલ ચોકડી પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યા છે જેથી તેને ઉકેલવા માટે સ્થાનિક વેપારીઓ દ્વારા એક નહી પરંતુ અનેક વખત રજુઆતો કરવામાં આવી છે તો પણ કામ કરવામાં આવતુ નથી જેથી ગટરના પાણીમાં ઘણા વાહન ચાલકોના વાહનો સ્લીપ થાય છે અને લોકોને નાના મોટી ઇજા થાય છે ત્યારે પાલિકા તંત્ર જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોતો હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ભુગભ ગટરની નવી લાઈનો થોડા અવર્ષો પહેલા પાથરવામાં આવી છે પરંતુ સમયાંતરે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર ઉભરાવવાના પ્રશ્નો સામે આવતા હોય છે જો કે, મોરબી-1 ના વિસ્તારને મોરબી-2 સાથે જવા માટેનો વન-વે રસ્તો કબ્રસ્તાન પાસેથી નીકળે છે આ રોડ ઉપર દરરોજ ગટર ગંગા વહેતી હોય છે જેથી વાહન ચાલકોને તો મુશ્કેલીનો સામનો કરવો જ પડે છે તેનાથી વધુ પીડા અહીના દુકાનદારોને સહન કરવી પડે છે કેમ કે, તેઓને આખો દિવસ ગટરની માથું ફાડી નાખે તેવું દુર્ગંધ વચ્ચે બેસીને વેપાર ધંધા કરવા પડે છે શહેરના કબ્રસ્તાન રોડ પાસે આવેલ ચોકડીએ દુકાનો ધરાવતા વેપારીઓ દ્વારા એક નહિ પરંતુ અનેક વખત પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે કે ગટરની પીડામાંથી લોકોને કાયમી મુક્તિ આપવામાં આવે જો કે, પાલિકાના અધિકારી, પદાધિકારી કે કર્મચારીઓ દ્વારા લોકોની સમસ્યાને ઉકેલવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને કબ્રસ્તાન રોડની ચોકડી પાસે જ જીલ્લા કલેક્ટરનો બંગલો આવેલો છે ત્યાં દરરોજ ગટરનું ગંદુ પાણી વહેતું હોય છે અને આ ગંદકીના લીધે વાહન ચાલકોના વાહનો પણ સ્લીપ થતાં હોય છે જો જિલ્લાના સમાહર્તાના ઘર પાસે આવી ગંદકી અને દુર્દશ હોય તો બાકીના વિસ્તારોની કેવી દયનીય પરિસ્થિતિ હશે તેની કલ્પનાથી પણ શરીરમાં કંપારી છૂટી જાય તેમ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો