મોરબી: કાલિકા પ્લોટમાં રોડનું કામ નબળું થતું હોવાની ફરિયાદ: પાલિકાએ કામ રોકાવ્યું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-06-2021

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રોડનું નબળું કામ કરવામાં આવે છે તેવી રજૂઆત પાલિકાના પદાધિકારીઓને મળી હતી જેથી સ્થળ ઉપર જઈને કામનું નિરીક્ષણ કરતા રોડનું કામ નબળું જ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પાલિકાના ઉપપ્રમુખ સહિતના આગેવાનો દ્વારા નબળું કામ કરનારા કોન્ટ્રાકટરના માણસને ખાખડાવી અને કામને રોકવી દેવામાં આવ્યું હતું મોરબી પાલિકામાં ભાજપની સત્તા છે ત્યારે શ્હેરના જુદાજુદા વિસ્તારમાં વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના ક્લીકા પ્લોટ વિસ્તારમાં રોડનું કામ કરવામાં આવે છે ત્યાં કામ નબળું કરવામાં આઈ રહ્યું હોવાની પાલિકામાં સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી.

જેથી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પાલિકા પ્રમુખના પતિ કે.કે.પરમાર સહિતના આગેવાનો સ્થળ ઉપર ગયા હતા ત્યારે રોડનું કામ નબળું કરવામાં આવ્યું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું જેથી કરીને રોડનું કામ રોકવા માટે કહી દેવામાં આવ્યું હતુ અને કોન્ટ્રાકટર લોટ પાણીને લાકડા જેવુ કામ કરતો હોવાની તેના માણસને લોકોની હાજરીમાં તતડવી નાખ્યો હતો અને પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ શહેરના કોઈપણ વિસ્તારમાં કામ ચાલુ હોય ત્યાં નબળું કામ થતું હોય તો તે ચલાવી લેવામાં આવશે નહીં અને પાલિકાને ફરિયાદ કરવામાં આવશે તો તાત્કાલિક એકશન લેવામાં આવશે તેવું કહ્યું છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો