ટેલિગ્રામમાં આવ્યું નવું ફીચર્સ, સેન્ડ કરી શકાશે વિડીયો મેસેજ, જાણો સમગ્ર પ્રોસેસ

Telegram પર કેવી રીતે મોકલશો વીડિયો મેસેજ અને મલ્ટીપલ પ્રોફાઇલ ફોટો કેવી રીતે મૂકશો? ટેક્સ્ટ પણ કરી શકો છો એડિટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

ટેલિગ્રામ (Telegram) દ્વારા યુઝર્સ વિડીયો (Users Video), ફોટોઝ (Photos) અને અન્ય ડૉક્યુમેન્ટ્સ (Documents) અન્ય યુઝર્સને સેન્ડ કરી શકે છે. વ્હોટ્સેપ (WhatsApp)ની નવી પ્રાઇવસી પોલિસી આવી ત્યારબાદથી ટેલિગ્રામના ઉપયોગમાં વધારો થયો છે. આ વર્ષે આ એપના ઘણી વાર વધુ ડાઉનલોડ થઇ રહ્યા છે. સેન્સર ટાવરના એક અહેવાલ મુજબ, 2021ના પ્રથમ ચાર મહિનામાં ટેલિગ્રામના યુઝર્સમાં 98 ટકા વધારો થતાં કુલ 161 મિલિયન યુઝર્સ થયા છે. આ દરમિયાન જાન્યુઆરીથી એપ્રિલમાં વ્હોટ્સએપના યુઝર્સમાં વિશ્વભરમાં 43% ઘટાડો થયો છે. ત્યારે ટેલિગ્રામે તેના યુઝર્સ માટે એપમાં કેટલાક નવા ફીચર શામેલ કર્યા છે, જેને લઈને યુઝર્સની સંખ્યા વધી રહી છે. આ ફીચર્સમાં વિડીયો મેસેજનો પણ સમાવેશ થાય છે. યુઝર ટેલિગ્રામ પર ચેટ દરમિયાન વિડીયો મેસેજ મોકલી શકે છે. ટેલિગ્રામ યુઝર્સને તેમના દ્વારા અનેક વખત મોકલાયેલા ટેક્સ્ટ મેસેઝ એડિટ કરવાની સુવિધા પણ આપી રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો