કાલે બપોર સુધી SBI ‘ઓનલાઇન’ બંધ

મેઇન્ટેનન્સનું કામ હોઈ, બેન્કમાં 2.30 વાગ્યા સુધી કોઈ લેવડ-દેવડ થઈ નહીં શકે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-06-2021

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ખાતું ધરાવનારા ગ્રાહકો માટે મહત્વના સમાચાર છે. જો તમારું એકાઉન્ટ આ બેંકમાં હોય તો તમારા માટે બેંકે એક અલર્ટ જાહેર કરી છે. બેંકે જણાવ્યું છે કે 17 જૂન 2021ના રોજ કેટલાક કલાક માટે બેંકની ખાસ સર્વિસ કામ નહીં કરે. બેંક પોતાના ગ્રાહકોને સારી સુવિધા આપવા માટે સમયાંતરે અપગ્રેડ કરતી રહે છે. જેથી કરીને ગ્રાહકોને ડિજિટલ સુવિધાઓ વધુ સરળતાથી મળી શકે. બેંકે ટ્વીટ કરીને ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે 17મી જૂન 2021ના રોજ 00.30 વાગ્યાથી લઈને 02.30 વાગ્યા સુધી મેન્ટેનન્સનું કામ ચાલશે. મેન્ટેનન્સ એક્ટિવિટીના કારણે ગ્રાહકો બે કલાક માટે ઈન્ટરનેટ બેંકિંગ, યોનો એપ (ઢઘગઘ આા), યોનો લાઈટ (ઢઘગઘ કશયિં) અને યુપીઆઈનો ઉપયોગ કરી શકશે નહીં.

નોંધનીય છે કે દેશભરમાં એસબીઆઈની 22 હજારથી વધુ બ્રાન્ચ છે અને 58 હજારથી વધુ એટીએમ/સીડીએમનું નેટવર્ક છે. બેંકના કુલ 44 કરોડ ગ્રાહકોમાંથી 8.5 કરોડ ગ્રાહકો ઈન્ટરનેટ

બેંકિંગ અને 1.9 કરોડ ગ્રાહકો મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરે છે.

આ ઉપરાંત બેંકના ઈન્ટીગ્રેટેડ ડિજિટલ એન્ડ લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ યોનોને લોકો પસંદ કરે છે અને અત્યાર સુધીમાં 7.4 કરોડથી વધુ ડાઉનલોડ થયેલી છે.

હાલ એસબીઆઈમાં યોનોના 3.45 કરોડ રજિસ્ટર્ડ યૂઝર્સ છે. જેના પર દરરોજ લગભગ 90 લાખ લોકો લોગઈન થાય છે. ડિસેમ્બર 2020 ત્રિમાસિકમાં એસબીઆઈએ 15 લાખથી વધુ ખાતા યોનો દ્વારા જ ખોલ્યા છે.

શું છે SBIની YONO?

એસબીઆઇ યોનો એક ઈન્ટિગ્રેટેડ ડિજિટલ બેંકિંગ પ્લેટફોર્મ છે. જેના દ્વારા યૂઝર્સ અનેક પ્રકારની સુવિધાઓનો ફાયદો લઈ શકે છે. અત્રે જણાવવાનું કે ગ્રાહકોને નાણાકીય સેવાઓની સાથે સાથે ફ્લાઈટ, બસ અને ટેક્સી બુકિંગ, ઓનલાઈન શોપિંગ કે મેડિકલ બિલનું પેમેન્ટ કરવાની પણ સુવિધા મળે છે. એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્રકારના યૂઝર્સ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે.

 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો