Paytm યુઝર્સ હવે વેક્સિનેશન માટે સ્લોટ બુક કરી શકશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

પેટીએમએ સોમવારે કહ્યું કે તેના યુઝર્સ એપ ઉપર ઉપલબ્ધ સ્લોટ સર્ચ ઉપરાંત વેક્સિનેશન માટે એપાઈમેન્ટ પણ બુક કરાવી શકશે. પેટીએમએ એક નિવેદનમાં કહ્યું કે પેટીએમ યુઝર્સ હવે પેટીએમ એપ મારફતે પોતાના નજીકના કેન્દ્રો પર કોવેક્સિન અને કોવિશીલ્ડ માટે વેક્સિનેશન સ્લોટને સર્ચ અને બુક કરી શકશે. કંપનીએ કહ્યું કે આ સર્વિસથી ભારતીયોને વગર કોઈ અડચણ વગર વેક્સિનેશન સ્લોટ બૂક કરાવવામાં અને ઈમ્યુનિટી હાંસલ કરવામાં અને મહામારી સામે લડવામાં મદદ મળશે.

કોવિનના હેડ R.S.શર્માએ હાલમાં જ કહ્યું હતું કે પેટીએમ, મેક માય ટ્રીપ, ઈન્ફોસિસ જેવી મોટી ડિજિટલ કંપનીઓ વેક્સિન બૂકિંગ માટે મંજૂરીના પ્રયાસો કરી રહી છે. સરકારે ગત મહિને થર્ડ પાર્ટી એપ્લિકેશનની સાથે ઈન્ટિગ્રેશન માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી હતી. જેથી એપ્સ માટે આ રસ્તો સરળ થઈ ગયો. આ પહેલા ફેસબુક અને ગુગલ જેવી મોટી કંપનીઓથી લઈને હેલ્થીફાઈમી જેવા સ્ટાર્ટઅપ્સે અમુક ટુલ્સ લોન્ચ કર્યા હતા. જેની મદદથી વેક્સિનેશન એપોઈમેન્ટ માટે સ્લોટ સર્ચ કરી શકાતા હતા.

પેટીએમે પણ મેમાં એપ પર વેક્સિન ફાઉન્ડર ફિચર લોન્ચ કર્યું હતું, જે યુઝરને વેક્સિન બુકિંગ માટે લીડ સર્ચ કરવામાં મદદ કરે છે. જેમાં જાણકારી જેવી કે વેક્સિનની ટાઈપ અને તે માટે કેટલી ફીસ સામેલ છે. પેટીએમના પ્રવક્તાએ કહ્યું કે તેના પ્રયાસ છે કે ભારત મહામારીથી બહાર વધારે મજબૂત બનીને નીકળે. તેમનું વેક્સિન ફાઉન્ડર નાગરિકોને નજીકના કેન્દ્રો પર સ્લોટ બૂક કરવા અને રસી લગાવવામાં મદદ કરશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો