આજથી ચાર માસ ગીરમાં સિંહ દર્શન બંધ કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

જુનાગઢ, એશીયાટીક ગીરના ડાલા મથ્થા સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે જે વિશ્વ વિખ્યાત છે. આ સિંહોના દર્શન માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ, સહેલાણીઓ ઉમટી પડે છે. જેને માણવા-જોવા જીવનનો એક લ્હાવો છે.

દર ચોમાસામાં ચાર માસ સિંહ દર્શન બંધ કરી દેવામાં આવે છે કારણ કે સિંહનો મેટીંગ પીરીયડમાં સિંહ ખુંખાર હોય છે. જરાપણ ખલેલ પહોંચે તો છંછેડાઇને હુમલો કરી શકે છે તે માટે 15 જુનથી 15 ઓકટોબર સુધી સિંહ દર્શન માટે વેકેશન રાખવામાં આવે છે.

જંગલના કાચા રસ્તાઓ વરસાદમાં ચાલવા લાયક કે વાહન ચલાવવા જેવા પણ હોતા નથી. 15 ઓકટોબરથી ફરી સિંહ દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. જોકે કોરોના કાળના કારણે રજી મેથી સાસણનું નેશનલ પાર્ક જુનાગઢ સફારી પાર્ક વિગેરે બંધ હોવાથી સિંહ દર્શન બંધ રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો