આ કર્મચારીઓને મળી ભેટ, હવે DA ઉપરાંત મળશે વધુ મેડિક્લેમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

કેન્દ્રીય કર્મચારી છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વૃધ્ધીની અપૈક્ષા લગાવી રહ્યા છે, જુલાઇથી તેના મળવાની સંભાવનાં છે, ત્યાં કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે, હવે તેમને ડીએ ઉપરાંત મેડિકલ ક્લેમ વધીને મળશે, કેન્દ્રીય શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક સર્ક્યુલર હેઠળ એનવીએસ પ્રિન્સિપાલોની મેડિક્લેમની મર્યાદાને 5000થી વધારીને 25 હજાર રૂપિયા કરી દીધા છે, તેથી તેમને સુવિધા થશે.

સર્ક્યુલર પ્રમાણે સરકાર એનવીએસનાં પ્રિન્સિપાલોનાં વાર્ષિક મેડિક્લેમ દાવાની મર્યાદામાં સુધારો કર્યો છે, સર્ક્યુલરમાં ઘોષણા કરવામાં આવી છે કે જો સરકારી સીજીએચએસ માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં સારવાર કરાવી છે, તો એનબીએસ પ્રિન્સિપાલ માટે 5000 રૂપિયાની હાલની મર્યાદાને વધારીને હવે 25000 રૂપિયા કરી દીધી છે.

આ મેડિકલ ક્લેમ કર્મચારી પોતાના અથવા પરિવારનાં સભ્યો માટે લઇ શકે છે, જો કે તેનું નામ સીજીએસ કાર્ડમાં નોંધાયેલું હોવું જોઇએ, 1 જુલાઇથી ડીએ ની ઘોષણા પહેલા એનવીએસ પ્રિન્સિપાલોનાં 7માં પગાર પંચનાં પગાર મેટ્રિક્સનાં સંબંધમાં આ સારા સમાચાર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો