‘આદિપુરૂષ’ એ રિલીઝ પહેલાં જ ‘બાહુબલી-2’નો રેકોર્ડ તોડયો!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-06-2021

 ‘બાહુબલી-2’ની તુલનામાં ‘આદિપુરૂષ’માં વીએફએકસ શોટસ ત્રણ ગણા ‘બાહુબલી’ ફેમ પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘આદિપુરૂષ’ને લઈને દરરોજ નવી નવી જાણકારી બહાર આવી રહી છે.જે ફિલ્મને લઈને ઉતેજના વધારે છે. હવે એવી ખબર આવી છે કે આદિપુરૂષ એ રિલીઝ પહેલા ‘બાહુબલી-2’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. અહેવાલો મુજબ ડાયરેકટર ઓમ રાઉતનાં ડાયરેકશનમાં બની રહેલી ફિલ્મ આદિપુરૂષએ વીએફએકસનાં મામલે એસએસ રાજામૌલીની બાહુબલી-2 ને ઘણી પાછળ છોડી ગઈ છે. આદિપુરૂષમાં ખાસ સ્ટાઈલનાં 8000 વીએફએકસ શોટસ યુઝ થયા છે. જયારે બાહુબલી-2 માં 2500 વીએફએકસ શોટસનો ઉપયોગ થયો છે. એટલે ‘બાહુબલી-2’ની તુલનામાં ‘આદિપુરૂષ’માં ત્રણ ગણા વીએફએકસ શોટસ છે.આથી સ્પષ્ટ અંદાજ લગાવી શકયા છે કે ફિલ્મ પ્રેક્ષકોનાં દિલ અને દિમાગમાં છવાઈ જવા માટે તૈયાર છે.મોટા પરદા પર આ વીએફએકસ દ્રશ્યો અદભુત અનુભવ બની રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો