વાંકાનેર ડિવિઝનમાં તા.16 અને 23ના રોજ આટલા ફીડરો રહેશે બંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર ડિવિઝનમાં સમારકામ સબબ અમુક ફીડરો બંધ રહેવાના છે. જેમાં તા.16 ને બુધવારના રોજ સવારે 7થી બપોરે 4 વાગ્યા સુધી 132 કેવી વાંકાનેર સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કેવીના તમામ ફીડર બંધ રહેશે. સાથે 66 કેવીના અમરસર, પીપળીયારાજ, સિંધાવદર, કણકોટ, સૂર્યરામપરા સબસ્ટેશનોમાંથી નીકળતા 11 કેવીના તમામ ફીડર બંધ રહેશે. જો શક્ય હશે તો 11 કેવી જ્યોતિગ્રામ અને સિટી ફીડરને પાવર આપવામાં આવશે. તા.23 ને બુધવારના રોજ 66 કેવી ધુવા સબ સ્ટેશનમાંથી નીકળતા ફીડર જેમાં સવારે 9થી 10 વાગ્યા સુધી 11 કેવી આઈકા, સવારે 10 થી 11 વાગ્યા સુધી 11 કેવી ગંગોત્રી તથા સવારે 11થી 12 વાગ્યા સુધી 11 કેવી વર્ધમાન ફીડર બંધ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો