ટંકારાની મોટી જનસન્ખ્યા છતાં એમડી ડોક્ટરનો અભાવ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

(અલ્પેશ માંડવીયા દ્વારા) ટંકારામાં છેલ્લા 180 મહિનાથી ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમડી ડોક્ટરની જગ્યા ભરવા સતત રજુઆત થતી આવી છે આમ છતાં એમડી ડોકટર તો ઠીક પૂરતું મહેકમ પણ નથી એ સંજોગોમાં ટંકારા સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઇમરજન્સી રિફર કરવા સિવાય બીજી કોઈ સેવા ઉપલબ્ધ નથી. એમ્બ્યુલન્સ ફાળવી પણ ડાયવર નથી આ સંજોગોમાં ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રની સારવાર કરવા વિદ્યાર્થી એકતા સંગઠન દ્વારા તખ્તો તૈયાર કરી ટુક સમયમાં જ ધરણા પ્રદર્શનથી લઈ આક્રમક લડત આપવા રણનીતિ ઘડી કાઢવામાં આવી છે. આ બધી સ્થિતિ માટે નબળી નેતાગીરી જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો