મોરબી નજીક કારખાનામાં કંમ્પ્રેસર મશીનની નળી છૂટીને મોઢામાં વાગતા યુવાનનું મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

મોરબી, તા. 14 મોરબીના જાંબુડિયા પાસે કારખાનામાં મૂકવામાં આવેલ એરપ્રેસરના કંમ્પ્રેસરના મશીનમાથી નળી છૂટીને મજૂર યુવાનને મોઢામાં વાગી હતી જેથી ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. બનાવની જાણવા મળતી માહિતી મુજબ જુના જાબુડીયા પાછળ આવેલ વિનટોપ વિટ્રીફાઇડ નામના કારખાનામાં રહેતો અને મજૂરો કામ કરતો મૂળ બિહારના બલરામપુર યુવાન અરબિન્દકુમાર દીનદયાળસિહ (ઉ.30) ડી.જી રૂમમા ઓપરેટર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે કારખાનામાં મૂકવામાં આવેલ એરપ્રેસરના કંમ્પ્રેસરના મશીનમાથી નળી છૂટીને તેને મોઢામાં વાગી હતી જેથી યુવાનને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું માટે આ બનાવની તાલુકા પોલીસને પંકજકુમાર રમેશસીંગ યાદવ/આહિર (ઉ.વ.29) રહે. હાલ મેકસન સીરામીક ઢુવા ગામની સીમ તા.વાંકાનેર જી.મોરબી મુળ રહે.બલરામપુર (બિહાર) વાળાએ જાણ કરી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની સી.આર.પી.કલમ 174 મુજબ નોંધ કરીને મૃતકના પરિવારને જાણ કરવા માટે તજવીજ શરૂ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો