કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે ભારે હાલાકી,એક મહિનાથી પાણી ન મળતું હોવાનો આક્ષેપ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

કચ્છના લખપત તાલુકામાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અહીં ગ્રામ અગ્રણીઓ દ્વારા અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાણી ન મળતું હોવાની રાવ ઉઠી રહી છે. છેલ્લા 1 મહિનાથી પાણી ન મળતું હોવાથી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગામોમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે અસહ્ય ગરમી વચ્ચે ગુનેરી ગામે પાણની સમસ્યાઓ સામે આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. સાથે સાથે મૂંગા પશૂઓને પણ પાણી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે,  પાણીની સમસ્યાને લઇને ગામના અગ્રણીઓ દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પાણી ના મળતી હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે લખપત તાલુકા પંચાયતના સદસ્ય જશુભા દ્વારા 5 ગામોમાં 1 મહિનાથી પાણી ન મળતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તેમજ ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો