ઇશરદાન ‘આપ’માં; જંગ જામશે ગુજરાતમાં

ગુજરાત ઇતિહાસ બદલવા જઇ રહ્યું છે, ભ્રષ્ટાચારમુક્ત મુહિમનો આજથી પ્રારંભ: ઇશરદાન ગઢવી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

ટીવી-પત્રકાર ઈશરદાન ગઢવી આમ આદમી પાર્ટી વતીથી બની શકે છે મુખ્યમંત્રીનો ચહેરો: સત્તાવાર જાહેરાત ટૂંકમાં

દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના મુખ્ય સંયોજક અને રાજનીતીને ‘લોક-નીતિ’માં તબદીલ કરવામાં મહદઅંશે કામયાબ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આજે વિખ્યાત ટીવી-એન્કર અને પત્રકાર ઈશરદાન ગઢવી સહિત નામાંકિત અનેક હસ્તીઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત જોડાઈ જતાં 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના ઈતિહાસનો સૌથી નોંધપાત્ર અને અસરદાર એવો ત્રિકોણિય જંગ જામશે તેવું ચિત્ર ઉપસ્યું છે.

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કેન્દ્રીય કાર્યાલય (હેડ કવાર્ટર)ના લોકાર્પણ માટે આજે આવી પહોંચેલા અરવિંદ કેજરીવાલનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું એ પૂર્વે સ્વયં કેજરીવાલે ટ્વિટ કરીને ‘હવે બદલાશે ગુજરાત’ એવું સિગ્નલ આપી દીધું હતું જે અતિ સૂચક અને સાર્થક જણાયું હતું. નોંધનીય છે કે, ગુજરાતની રાજનીતિમાં સાંખ્યિક દૃષ્ટિએ પણ નિર્ણાયક એવા પાટીદાર સમાજ વતી ‘ખોડલધામ’ના પ્રણેતા નરેશભાઈ પટેલ એવો ઈશારો કરી ચૂક્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ઉજ્જવળ લાગે છે! એ વાતને આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના એક દિવસીય પ્રવાસે લગભગ સાર્થક કરી છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ એરપોર્ટ પર કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. નવરંગપુરા પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી પ્રેસ કોન્ફરન્સ કરશે. કેજરીવાલના આગમનને પગલે આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરમાં ઠેર ઠેર બેનર પણ લગાવ્યા હતા. કેજરીવાલના સ્વાગતને લઈને અમદાવાદ શહેર પ્રમુખ જે. જે મેવાડા, ભેમાભાઈ ચૌધરી અને અન્ય કાર્યકરો એરપોર્ટ પર ઉપસ્થિત હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલાં કર્મીઓ ગોઠવાયા ગયા હતા. એરપોર્ટ પર કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી રહી છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે જેમાં અનેક લોકો આજે આપમાં જોડાવામાં છે. એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. સર્કિટ હાઉસ અનેક કાર્યકર્તાઓ કેજરીવાલના સ્વાગત માટે આવ્યા હતા. કેજરીવાલ આવતા જ અનેક કાર્યકરો સ્વાગત માટે ઉમટી પડ્યા હતા. સ્વાગત કરવા જતાં કાર્યકરો કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. કાર્યકરોએ ઉત્સાહમાં કેજરીવાલનું સ્વાગત કર્યું પરંતુ મોટી સંખ્યામાં ટોળાના સ્વરૂપે પણ ભેગા થયા હતા જે હાલની પરિસ્થિતિમાં હિતાવહ નથી. સ્વાગત બાદ સર્કિટ હાઉસમાં કાર્યકરોએ સાથે મળીને ફોટો શેસન પણ કરાવ્યું હતું, પરંતુ તેમાં પણ તમામ લોકો નિયમો નેવે મૂકીને ફોટા પડાવતા નજરે પડ્યા હતા. તમામ લોકો એકબીજાથી અંતર જાળવ્યા વિના જ ફોટા પડાવી રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલના આગમન પહેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલયની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. કેજરીવાલે ગઈકાલે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે,

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો