આમરણ હઝરત દાવલશાહ પીરનો ઉર્ષ મોકુફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

હઝરત દાવલશાહ પીરની પરંપરાગત 527મો ઉર્ષની ઉજવણી થાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સરકારને સહભાગી થઈને મંજુરી મેળવેલ નથી જેથી તા. 23/6/2021ને બુધવાર ના રોજ ઉર્ષની ઉજવણી મોકુફ રાખેલ છે. દાવલશાહ પીરના ખાદીમો દ્વારા સંદલ વિધિ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને કરવામાં આવશે તેમજ રાત્રી ના કરફ્યુ નો અમલ હોય દિવસ દરમ્યાન દીદાર અર્થે દરગાહ શરીફ ખુલ્લી રખાશે તો આવનાર યાત્રાળુઓ ડિસ્ટન્સનુ પાલન થાય તે રીતે સલામ માટે આવી શકશે તેમ દાવલશાહ પીરના ટ્રસ્ટના પ્રમુખ મુનાફભાઈ જુણેઝાની અખબાર યાદીમાં જણાવવામાં આવેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો