હવે કોરોના વ્યક્તિ રૂમમાં કે ઓફિસમાં પ્રવેશે તો એલાર્મ વાગી ઉઠશે: કોરોના પોઝિટિવને ઓળખવા નવી તકનીક શોધાઈ

Global epidemics and economic impact

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-06-2021

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત સહિત વિશ્વભરના અર્થતંત્રને કોરોનાએ વેરવિખેર કરી નાખ્યું છે. કોરોના પગલે લોકોમાં ડર બેસી ગયો છે. આજકાલ એવો સમય આવ્યો છે કે નજીકમાં કોઈ અન્ય વ્યક્તિ છીંક ખાય કે ઉધરસ ખાય છે તો પણ ડર લાગે છે. હાલમાં કોરોનાની તપાસ માટે અલગ અલગ પ્રકારના 2-3 ટેસ્ટ કરવામાં આવે છે. જેના દ્વારા કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ તે નક્કી થાય છે. પરંતુ આજે ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. આ ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનીકો દ્વારા અવનવા સંશોધનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બ્રિટનના વૈજ્ઞાનીકોએ કોરોનાને લઈને એક મોટી સફળતા મેળવી છે. જી હાં આ વૈજ્ઞાનિકોએ એવી સિસ્ટમ બનાવી લીધી છે કે હવે કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ ઝડપથી કરી શકાશે. બ્રિટનના વૈજ્ઞાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે એક એવુ સીલિંગ માઉન્ટેડ કોવિડ એલાર્મ બનાવ્યું છે કે જેમાં કોઈ એક રૂમમાં કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિ હશે તો તે વિશે 15 મિનિટમાં જ ખ્યાલ આવી જશે.

મળતી માહિતી મુજબ કોરોના પોઝિટિવ વ્યક્તિની ઓળખ કરનાર આ ટેક્નોલોજીનો આગામી સમયમાં ઉપયોગ કરવામાં આવે છે. સૌપ્રથમ આ ટેકનોલોજી વિમાનની કેબિનમાં, ક્લાસરૂમમાં, કેર સેન્ટર્સ, ઘર અને ઓફિસોની સ્ક્રીનિંગમાં મદદરૂપ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મશીન આકારમાં સ્મોક અલાર્મથી થોડું મોટું હશે. લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા આ વિશે કરવામાં આવેલા રિસર્ચના પ્રાથમિક પરિણામો સારા મળ્યા છે. આ વૈજ્ઞાનિકોએ ટેસ્ટિંગ દરમિયાન જણાવ્યું છે કે ડિવાઈસમાં પરિણામ પર 98-100 ટકા વિશ્વાસ રાખી શકાય એમ છે.

કેમ્બ્રિજશાયર ફર્મ રોબોસાઈન્ટિફિક દ્વારા બનાવાવમાં આવેલું આ સેન્સર સ્કીન દ્વારા ઉત્પન્ન થતાં રસાયણથી સંક્રમિતોની ઓળખ કરે છે. કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના શ્વાસમાં હાજર રસાયણની તપાસ કરીને આ મશીન દ્વારા પરિણામ આપવામાં આવે છે. આ સેન્સર ‘વાષ્પશીલ કાર્બનિક યૌગિક’ માનવ નાકથી સુંઘવા માટે બહુ જ સુક્ષમ સ્મેલ ઉભી કરે છે. કોવિડ અલાર્મ રિસર્ચની ટીમના એક ચેપ્ટરથી ખ્યાલ આવ્યો છે કે, કુતરા દ્વારા પણ તેની ઓળખ કરી શકાય છે. જોકે આ અલાર્મ દ્વારા તેના પરિણામ વધારે સારા મેળવી શકાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો