સરકાર શા માટે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડતી નથી ? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો આ જવાબ

પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિકાસ કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૈસાથી જરુર હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેમ નથી.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

હાલમાં દેશમાં સાત રાજ્યોમાં પેટ્રોલનો ભાવ પ્રતી લીટરે 100 રુપિયા ઉપર છે કેટલાક રાજ્યોમાં ડીઝલનો ભાવ પણ પ્રતી લીટરે 100 રુપિયા થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના મુદ્દે હલ્લાબોલ મચ્યો છે. ત્યારે સરકાર શા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરતી નથી તેનું કારણ સામે આવ્યું છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ ચિંતાનો વિષય છે. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે વિકાસ કામો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પૈસાથી જરુર હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે તેમ નથી.

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ કેમ છે. જો રાહુલ ગાંધી ગરીબો પર ઈંધણના ભાવવધારાના પડતા બોજાને કારણે ચિંતિત હોય તો તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો કરવાનું મુખ્યમંત્રીઓને કહેવું જોઈએ. શું ભાજપ શાસિત મધ્યપ્રદેશ અને કર્ણાટક સરકાર પણ પેટ્રોલ અને ડીઝલ પરનો ટેક્સ ઓછો કરશે તેવું જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ મોન જ રહ્યાં હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો