મોરબીના નિશાંત જાનીની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની રણજી ટ્રોફી ટીમ માટે આસીસ્ટન્ટ કોચ તરીકે નિમણુક કરાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

(મયુર બુધ્ધભટ્ટી દ્વારા) સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોની રણજી ટીમની વર્ષ ૨૦૨૧-૨૨ સીઝન માટે મોરબીના ક્રિકેટ કોચ નિશાંત જાનીને આસીસ્ટન્ટ કોચ તરીકે સ્થાન મળ્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો ટીમે વર્ષ ૨૦૧૯-૨૦ માં ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો હતો ત્યારે પણ નિશાંત જાની આસી. કોચ તરીકે ટીમમાં કાર્યરત હતા નિશાંત જાની પોતાના ગુરુ અને મેન્ટર ઉમેશ પટવાલને પોતાની સફળતાનો સઘળો શ્રેય અર્પણ કરે છે નિશાંત જાનીએ મોરબી ડીસ્ટ્રીકટ એસોના પ્રમુખ કાન્તીભાઈ અમૃતિયાનો પણ આ તકે આભાર વ્યક્ત કર્યો છે મોરબીના ખેલાડીઓ ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે તે માટે કાન્તીભાઈ અમૃતિયાએ તમામ સહયોગ આપ્યો છે તો મોરબીના ખેલાડીઓને ઇન્ટરનેશનલ લેવલ પર તૈયાર કરવા માટે કાયમી ધોરણે ઇન્ટરનેશનલ લેવલનું ગ્રાઉન્ડ બનાવવું પડશે જે દિશામાં આગળ વધવા પણ કોચ નિશાંત જાનીએ અપીલ કરી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો