Kutch: ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળશે, કચ્છના પ્રવાસનનો સુર્ય ઝળહળી ઉઠે તેવી સંભાવનાઓ

Kutch :  ધોળાવીરા (Dholavira)ની સાઈટને વર્લ્ડ હેરિટેજ (World Heritage) તરીકે માન્યતા આપવીએ કચ્છ માટે ગૌરવની વાત કહી શકાય છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ(World Heritage)નો દરજ્જો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કચ્છના પ્રવાસનનો સુર્ય ઝળહળી ઉઠે તેવી સંભાવનાઓ છે. ધોળાવીરા હડપ્પન સાઈટની હવે માત્ર સત્તાવાર જાહેરાત જ બાકી છે.

ધોળાવીરા (Dholavira)ની સાઈટને વર્લ્ડ હેરિટેજ (World Heritage) તરીકે માન્યતા આપવીએ કચ્છ માટે ગૌરવની વાત કહી શકાય છે. ભારત સરકારે ગત્ત વર્ષે ધોળાવીરાને યુનેસ્કો (UNESCO)ને વર્લ્ડ હેરિટેજ સાઈટ માટે સામેલ કરવા ડોઝિયર મોકલ્યું હતુ. ત્યારબાદ યુનેસ્કોની ટીમે ધોળાવીરાની સાઈટનું નિરક્ષણ પણ કર્યું હતુ.

આજથી 5000 વર્ષ પહેલાના હડપ્પન નગર ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site)માં સમાવવાની તમામ ઔપચારિતાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે સત્તાવાર જાહેરાત જ બાકી છે. ભુજથી ધોળાવીરા જવા માટે 230 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે, પરંતુ હાલમાં રસ્તાની હાલત સારી નથી, હવે જ્યારે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ (World Heritage Site)માં સામેલ થઈ રહ્યું છે, એટલે અહીં હોટલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેસ્ટોરન્ટ રોડ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવશે, જેથી ધોળાવીરા એક પ્રવાસન સ્થળ તરીકે જોવા મળશે.

ખુશીની વાતતો એ છે કે ધોળાવીરા જવા માટે ટ્રાન્સપોર્ટેશનની ખુબ જ સમસ્યા રહેતી હતી, પરંતુ હવે અહીં વિકાસના કામો થશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન (Public transportation)પણ શરુ કરવામાં આવશે. પ્રવાસીઓ વધશે અને સ્થાનિક સ્તરે પ્રવાસન ઉદ્યોગ પણ વિકસતો બનશે. ધોળાવીરા (Dholavira)હડપ્પન સાઈટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી.

ધોળાવીરાની આ હડપ્પન સાઈટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર ડો.આર.એ બિસ્ટે પોતાની કારકિર્દીનો અમુલ્ય સમય આ સાઈટની શોધમાં આપી દીધો હતો. આ અમુલ્ય સાઈટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર (Padma Shri awards) પણ એનાયત કરવામાં આવ્યો હતો.

કચ્છમાં આ ધોળાવીરા(Dholavira) હડપ્પન સાઈટને સમગ્ર વિશ્વ સામે લાવવાનો ફાળો ડો.આર.એ બિસ્ટને જાય છે કારણ કે, સતત 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરી આ સાઈટની શોધ કરવામાં આવી હતી, તેમજ અહીંથી શોધવામાં આવેલા અવશેષો હાલ પુરાતત્વના મુખ્ય સંગ્રહાલયમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય અવશેષો ધોળાવીરા ખાતેના સંગ્રહાલય ખાતે મુકવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો