ખોટી માહિતી ગુગલ પર પોસ્ટ કરશો તો લાગી જશે પ્રતિબંધ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

આજકાલ ટેકનોલોજીનો યુગ ચાલી રહ્યો છે. દિવસે દિવસે અવનવી પોલીસી અને ફીચર માર્કેટમાં આવી રહ્યા છે. ત્યારે લોકો આજકાલ કોઈપણ માહિતી સાચી છે કે ખોટી તે જાણ્યા વગર પોસ્ટ કરી દે છે. પરંતુ હવે લોકોએ આવી પોસ્ટ કરતા પહેલા હવે સાવચેતી રાખવી પડશે. સોશિયલ મીડિયાના આ સમયમાં વાંધાજનક પોસ્ટ દ્વારા લોકોને બદનામ કરવું હવે સામાન્ય બની ગયું છે. પરંતુ હવે આ વાતને લઈને નવી પોલીસી લાવી રહ્યું છે. કેટલીય વાર ઈન્ટરનેટ દ્વારા લોકોને બદનામ કરવાનો ડર બતાવીને તેમને બ્લેક મેઈલ કરવામાં આવે છે. જેને લઈને ગૂગલે તેની પોલિસીમાં ફેરફાર કર્યો છે. જે બાદ આ પ્રકારની ઘટનાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. કેટલીય વેબસાઈટ દ્વારા છેતરપીંડી કરનારા અને હિંસા કરનારા વિશે ખોટી ફરિયાદ કરવા માટે  ઉકસાવતા હોય છે.

આજકાલ લોકો સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઈટ દ્વારા કોઈ ખાસ માટે પોતાનો મત ધરાવતા થઈ જતા હોય છે. સતત આવી કેટલીય પોસ્ટ થવાના કારણે ગૂગલ સર્ચમાં સૌથી ઉપર તે દેખાઈ છે. ત્યારબાદ સાચો ખેલ શરૂ થતો હોય છે અને પીડિતથી પોસ્ટને ડાઉન કરવા માટે વસૂલી તરીકે હજારો રૂપિયાની માગ કરવામાં આવતી હોય છે. હવે ગૂગલે પોતાના સર્ચ એલ્ગોરિધમને બદલવાની યોજના બનાવી છે. જે બાદ પ્રીડેટર્સઅલર્ટડોટયુએસ અને બેડગર્લરિપોર્ટડોટકોમ જેવા ડોમેન અંતર્ગત કામ કરતી વેબસાઈટને સર્ચ રિઝલ્ટમાં દાખલ થતા રોકી શકાશે. જ્યારે કોઈ યુઝર્સ પોતાની બદનામીના ડરથી પોસ્ટ હટાવવાની ફરિયાદ કરે છે. તો તેના બદલામાં તેની પાસેથી મોટી રકમ વસૂલવામાં આવે છે. ત્યારે હવે ગૂગલે આ પ્રકારની યાતનાને નષ્ટ કરવા માટે નવી ટેક્નોલોજીની જાણકારી આપી છે. જેને મલ્ટીટાસ્ટ યુનિફાઈડડ મોડલ નામ આપ્યુ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો