કોરોના કાળમાં પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર વધ્યુ, આવકની અસમાનતા ચિંતાનો વિષય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

કોરોના મહામારીને લીધે દેશના અર્થતંત્રમાં આવેલી આવની અસમાનતાને લઇને ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવે ચિંતા વ્યક્ત કરી છે. કોરોનાને લીધે કરાયેલા લોકડાઉન તેમજ પ્રતિબંધોને લીધે ઠપ થઇ ચૂકેલા વ્યાપાર ધંધા અને ઉદ્યોગ પ્રવૃત્તિઓ દેશના અર્થતંત્ર પર ભારે અસર છોડી છે. અહીં સુધી કે દેશમાં પૈસાદાર અને ગરીબ વચ્ચેનું અંતર પણ વધ્યું છે.

કોરોના મહામારીને લીધે લાદ્યવામાં આવેલા પ્રતિબંધોને લીધે જ્યાં ગરીબ અને સામાન્ય વર્ગનો વ્પાપાર ધંધો છીનવાયો જેની સીધી અસર તેમની આવક પર પડી. એની સરખામણીએ પૈસાદાર લોકોના કામકાજ અને જીવન પર આ પ્રતિબંધોની અસર ઓછી જોવા મળી રહી છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નર ડી સુબ્બારાવનું કહેવુ છે કે, કોરોના મહામારી દરમિયાન આવકની અસમાનતા એટલે ધનિક-ગરીબની વચ્ચેનું અંતર વધ્યું છે. તેમણે આ અંગે ચેતવણી આપતાં કહ્યું કે આગળ જતાં આ અંતર દેશના વિકાસની સંભાવનાઓને ઝટકો આપી શકે છે. તેમના મુજબ બજારના કેટલાક પાંસાઓને લીધે કોરોના મહામારી દરમિયાન પણ શેર અને કેટલીક સંપત્તિઓના મુલ્યમાં વધારો થયો છે.

તેમણે કહ્યું કે પહેલા એવી આશા જાગી હતી કે આ વર્ષે અર્થવ્યવસ્થામાં સકારાત્મક સુધારા જોવા મળશે, પરંતુ મહામારીની બીજી લહેરે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ. ગત વર્ષે અર્થવ્યવસ્થામાં 40 વર્ષમાં પહેલી વાર ઘટાડો આવ્યો. જેની ગંભીર અસર દેશના લાખો પરિવારો પર જોવા મળી છે.

ભારતીય રિઝર્વ બેન્કે પણ ચાલુ નાણાંકીય વર્ષ માટે વિકાસ દરના અનુમાનને 10.5 ટકાથી ઘટાડીની 9.5 ટકા કર્યો છે. ડી સુબ્બારાવનું માનવુ છે કે ભારત વિકાસ દરને હાસિલ કરી લે છે તો પણ ઉત્પાદનની ક્ષમતા બે વર્ષ પહેલા, મહામારી પહેલાની ક્ષમતાથી ઓછી જ રહેશે. જો આની સરખામણી ચીન સાથે કરવામાં આવે તો ચીન હજુ સુધી મહામારી પહેલાના વિકાસ દરથી નીચે ગયું નથી. એજ રીતે અમેરિકા પણ આ વર્ષે મહામારી પહેલાની સ્થિતિને હાસિલ કરી લેશે એવી આશા છે.

RBIના પૂર્વ ગવર્નરે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી કે મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોની આવકમાં ઘટાડો આવ્યો છે અને રોજગાર છીનવાયો છે. એની સામે કેટલાક પૈસાદાર લોકોની સંપત્તિમાં નોંધનીય વધારો થયો છે. તેમણે આ મુદ્દાને સિદ્ધાંતિક રીતે ખોટો અને રાજનૈતિક દ્રષ્ટિએ નુકસાનકારક ગણાવ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો