મોરબી જીલ્લા પંચાયત હસ્તકના રોડના કામો ચોમાસા પૂર્વે પૂર્ણ કરવા તાકીદે કામ શરુ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-06-2021

મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અને કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓની મીટીંગ યોજાઈ હતી અને મીટીંગમાં જરૂરી ચર્ચા કર્યા બાદ તાકીદે વિવિધ કામો શરુ કરી દેવામાં આવ્યા છે મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ કાર્યપાલક ઈજનેર અને બાંધકામ શાખાના અધિકારી સાથે મીટીંગ યોજી હતી જેમાં મોરબી જીલ્લાના માટેલ કોઝવે, રાપર ગામ રસ્તા, રંગપર-જીવાપર, હાઈવેથી ગુંગણ, હાઈવેથી સોખડા, રવાપર નદી, નવલખી હાઈવે, ખીરસરા, ગાળા સહિતના કામો અંગે ચર્ચા કરી હતી અને ચોમાસા પૂર્વે કામ પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી જેમાં ૨૪ કલાકમાં માટેલ ધરાના પુલ સહિતના રીપેરીંગ કામો શરુ કરવામાં આવ્યા હતા

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો