વાંકાનેર: લુણસર ગામે જમીન બાબતના ઝઘડામાં મહિલા સહિત બે ને માર માર્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલૂકાના લુણસર ગામે જમીન વેચાણે રાખવા બાબતના ઝઘડામાં બે ઇસમોએ યુવાન અને મહિલાને માર મારી ઈજા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા રામજીભાઈ સવસીભાઇ કટુડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમા ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ હિતેશ શંકર વસીયાણી અને રમેશ શંકર વસીયાણી રહે બંને લુણસર વાળા સાથે જમીનની લેતીદેતી મામલે ઝઘડો અને મનદુઃખ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ લોખંડ પાઈપ વડે ફરિયાદીના દીકરા ચેતન અને મોટા દીકરાની પત્ની ભાવનાબેનને લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી. ફીરિયાદી રામજીભાઈ ત્યાં પહોંચતા બંને આરોપીઓએ ફરિયાદી રામજીભાઈને પણ માર મારી ઈજા કરી હતી બાદમાં બંને ઈસમો સફેદ કારમાં નાસી ગયા હતા.

ગામમાં ખેતીની ૧૬ વીઘા જમીન હોય જે રમેશ શંકર બાજુમાં આવેલ હોવાથી જમીન તેઓ વેચાણે રાખવા માંગતા હોય અને બદલામાં ગામમાં બીજી જમીન લઇ આપવાના હોય જે જમીન ઓછી હોવાથી વેચાણે આપવાની ના પાડતા બંને ઇસમોએ માર મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે વાંકાનેર તાલુકા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો