જિયો લાવ્યું પાંચ ધમાકેદાર ‘નો ડેઇલી લિમિટ’ પ્રિ-પેઇડ પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

ભારતના સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર પૈકી એક રિલાયન્સ જિયોએ તેના જિયો ફ્રીડમ પ્લાન્સ રજૂ કર્યા છે, જેમાં પાંચ નવા ‘નો ડેઇલી લિમિટ’ પ્રિ-પેઇડ મોબિલિટી પ્લાન ઓફર કરવામાં આવી રહ્યા છે. જિયોની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલા આ પ્લાન રૂ. 127માં 15 દિવસની વેલિડિટી સાથે શરૂ થાય છે જેમાં ડેઇલી લિમિટ વગર પ્લાનના સમયગાળા દરમિયાન 12 GB ડેટા મળે છે.

30 દિવસ, 60 દિવસ, 90 દિવસ અને 365 દિવસની વેલિડિટી સાથે અન્ય પ્લાન્સ પણ રજૂ કરવામાં આવ્યા છે. જિયો ફ્રીડમ પ્લાન્સ અંતર્ગત પાંચ નવા ‘નો ડેઇલી લિમિટ’ પ્રિ-પેઇડ મોબિલિટી પ્લાન્સ ડિજિટલ લાઇફનો અનુભવ બહેતર બનાવવા માટે વધુ વિકલ્પો પૂરા પાડશે.

અગાઉના લોકપ્રિય પ્રિ-પેઇડ પ્લાન્સ કે જે 28 દિવસ અને અન્ય વિવિધ વેલિડિટી ધરાવતાં હતા તેનાથી વિપરીત નવા પ્રિ-પેઇડ પ્લાન્સ 30 દિવસની વેલિડિટી ધરાવે છે. પાંચેય ડેટા પ્લાન્સ ફિક્સ ડેટા સાથે કોઈ ડેઇલી લિમિટ વગર અનલિમિટેડ વોઇસ કોલ્સની સુવિધા ઓફર કરે છે. ‘નો ડેઇલી લિમિટ’ પ્લાન્સ એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમનો ડેટાનો ઉપયોગ ખૂબ જ વધારે છે અને તેઓ ડેઇલી લિમિટ પૂરી થતાં અટકી પડે છે, જ્યારે 30 દિવસની વેલિડિટી તેમને રિચાર્જની તારીખ યાદ રાખવામાં મદદ રૂપ નીવડશે.

આ નવા પ્લાન્સ અંતર્ગત જિયોની ઇન્ફર્મેશન અને યુટિલિટી એપ્સનો પણ ઉપયોગ કરી શકાશે, જેમાં જિયોટીવી, જિયોસિનેમા, જિયોન્યૂઝ અને અન્ય એપ્લિકેશન્સનો સમાવેશ થાય છે. રૂ. 247ના પ્લાનમાં 30 દિવસની વેલિડિટી મળે છે અને કુલ 25 GB ડેટા મળે છે અને તે પણ ડેઇલી લિમિટ વગર. અન્ય પ્લાન્સમાં રૂ. 447 (60 દિવસની વેલિડિટી, 50 GB ડેટા), રૂ. 597માં (90 દિવસની વેલિડિટી અને 75 GB ડેટા) અને રૂ. 2397 (365 દિવસની વેલિડિટી અને 365 GB ડેટા)નો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો