વાંકાનેરના ચંદ્રપુર ગામે ગંદા પાણીનો જાહેરમાં નિકાલ, સ્થાનિકો દ્વારા કાર્યવાહીની માંગ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે ભાટિયા સોસાયટીમાં એક ઇસમ દ્વારા જાહેરમાં ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોય જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરી કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

ગામના જાગૃત નાગરિક પ્રિયંકભાઈ પંકજભાઈ રાવલે તાલુકા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના ગામ ચંદ્રપુરના વોર્ડ ભાટિયા સોસાયટીમાં સ્કૂલના માલિક પરેશભાઈ શંભુભાઈ મઢવી શહેર વિસ્તારના ભાજપના પ્રમુખ છે. તેઓને લતાવાસીઓ દ્વારા જાહેરમાર્ગમાં ગંદાપાણી નહિ કાઢવા માટે રજુઆત કરવામાં આવી છે. પરંતુ તેઓ સાંભળતા નથી. ઊપરથી દાદાગીરી કરી થાય તે કરી લેવાનું કહે છે. આ સોસાયટીના રહીશો દ્વારા ગામના સરપંચ હરેશચંદ્રસિંહ ઝાલાને રજુઆત કરતા તેઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પાણીની નિકાલની વ્યવસ્થા પણ તેઓ દ્વારા કરાઈ નથી. આ પ્રશ્ન છેલ્લા બેથી ત્રણ માસથી સ્થાનિકોને ત્રસ્ત કરી રહ્યો છે. અંતમાં જણાવાયું હતું કે આ ફરિયાદને ગંભીરતાથી લઈને તુરંત કાર્યવાહી કરવામાં આવે નહિતર તાલુકા વિકાસ અધિકારીને પક્ષકાર બનાવીને કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો