વાંકાનેર: પરપ્રાંતિય મહિલા મજૂરને સાપ કરડતા મૃત્યુ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

(અજય કાંજીયા દ્વારા) મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના ભુતભેડા ગામના વતની અને હાલ વાંકાનેરના પાડધરા ગામ પાસે રહેતા 27 વર્ષીય કાળીબેન વિનોદભાઇ ડામોર ગત તા. 9ના રોજ સદભાવ સ્ટોન ક્રસરની ઓરડીમાં પાણાની બાજુમાં સુતા હતા. ત્યારે સર્પ કરડતા સારવારમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જ્યાં ડોકટરે તપાસી તેનું મૃત જાહેર કરેલા હતા. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો