વાંકાનેર: સિવિલ હોસ્પિટલને સરકારે covid-19માં એક પણ ફાદયાની ગ્રાન્ટ આપી નથી: RTIમાં ખુલાસો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરતાલુકાના ગારીયા ગામ ના યજ્ઞપુરુષ નગરમાં રહેતા અર્જુનસિંહ વાળાએ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં કેટલાક મુદ્દે આરટીઆઇ કરી હતી તેમાં નો મુદ્દા નંબર 5 માં તેમને આરટીઆઇમાં એવી માહિતી માંગી હતી કે covid-19 અંતર્ગત કોવિડ સેન્ટર જ્યારથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારથી લઈને અજદિન સુધીની કોવિડ સેન્ટર અંતર્ગત વાપરવામાં આવેલી ગ્રાન્ટ, ખર્ચની વિગતો બીલ સાથે ખરી નકલથી આપવી.

આ અર્જુનસિંહ વાળાએ માગેલી આરટીઆઈ દ્વારા માહિતી વાંકાનેર સિવિલ હોસ્પિટલના માહિતી અધિકારી અને અધિક્ષકે જવાબ આપ્યો છે કે covid-19 અંતર્ગત સરકારી હોસ્પિટલ વાંકાનેરને કોઈ પણ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ નથી.

આમ સરકાર દ્વારા જો મોટી મોટી વાતો કરતી હોય, જાહેરાતો કરતી હોય ત્યારે વાંકાનેરની સરકારી હોસ્પિટલને covid 19 માટે કોઈ પણ પ્રકારની વધારાની ગ્રાન્ટ આપવામાં ન આવી હોય તો વાંકાનેરના covid-19 ના દર્દીને કેવી સુવિધા અને સારવાર મળી હશે? એ સ્વભાવીક પ્રશ્ન થાય… આ જાહેર થયેલી બાબતથી એ પણ જાહેર થઈ જ ગયું કે વાંકાનેરની નેતાગીરી કેવી છે? હવે એ લખવાની જરૂર રહે ખરી !!!

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો