ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ: ભદ્રકાલી મંદિરે દર્શન કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

ગુજરાતમાં પાવરફુલ ક્ષત્રીય નેતા તરીકે ઉપસી આવેલા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તેઓ સવારના લાલ દરવાજા સ્થિત ભદ્રકાલી મંદિરે નગરદેવી તરીકે પૂજા ભદ્રકાલી માતાજીના દર્શન કર્યા હતા. ગુજરાતના અને ભાજપના રાજકારણમાં પ્રદીપસિંહ જાડેજાનું સ્થાન મહત્વપૂર્ણ રહ્યું છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિને શ્રેષ્ઠ બનાવવામાં તથા લવ જેહાદ ગુંડાગીરી વિરોધી એકટ તથા અન્ય કડક કાયદા લાવવામાં પણ તેઓ હંમેશા અગ્ર રહ્યા છે અને ખાસ કરીને ભાજપ મોવડીમંડળ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ખાસ વિશ્ર્વાસુ મનાય છે અને આજે તેમને જન્મદીવસે ગાંધીનગરમાં શુભેચ્છાઓ મળી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો