મોરબી: પોસ્ટિંગ મળ્યાનાં 15માં જ દિવસે મહિલા LRD નો આપઘાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

જિલ્લા હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી અને પંદર દિવસ પહેલા જ નિમણુંક પામેલી નવી LRD મહિલા કોન્સ્ટેબલ નિતુબેન નટવરલાલ પરમારે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મહિલા LRD સુરેન્દ્રનગર જિલ્લાની વતની છે. નોકરીમાં 15 દિવસ અગાઉ જ પોસ્ટિંગ મળ્યું હતું. જો કે જુવાનજોધ દિકરીએ આપઘાત કરી લેતા પરિવાર માથે આભ ફાટી પડ્યું છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકનાં ક્વાર્ટરમાં રહેતી નવા એલઆરડી તરીકે હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મુળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની નિતુ નટવરભાઇ પરમારે આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઇ હતી. નોંધનીય છે કે, 15 દિવસ અગાઉ જ તેનું પોસ્ટિંગ થયું હતું. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

A ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં હજી સુધી આત્મહત્યા અંગેનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ 11.45 વાગ્યે પોલીસને બનાવ અંગે માહિતી મળી હતી. જો કે આત્મહત્યા સવારે 8 થી 9 વાગ્યાની આશંકા સેવાઇ રહી છે. જો કે હાલ તો મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કેમ કરી તેની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો