જોડિયા: સી.આર.સી.કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર બે શિક્ષકોનું સન્માન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

(લલિત નિમાવત દ્વારા) જોડિયા તાલુકાના સી.આર.સી પીઠડ ની શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરતા બે શિક્ષકોને આજ સી.આર.સી પીઠડ પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પીઠડ તાલુકા શાળાના ફેફર રાકેશભાઈ અને કુબાવત નરેન્દ્રભાઈ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ બંને શિક્ષકો દ્વારા એન.એમ.એમ.એસ., જવાહર નવોદય,અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા, ગણિત-વિજ્ઞાન  પર્યાવરણ પ્રદર્શન, online class વેકેશન દરમિયાન વિશેષ કામગીરી કરી હતી . વેકેશન દરમિયાન બાળકો માટે ૩૨ ક્વિઝનું આયોજન પણ કરેલું હતું. NMMS પરીક્ષામાં વર્ષ 2019/20માં 3 બાળકો અને 2020/21 માં 3 બાળકો મેરીટ લિસ્ટમાં આવ્યા હતા. તેમજ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષામાં એક બાળકે પ્રવેશ મેળવ્યો હતો.આવા સતત મહેનત કરતા અને ઉત્સાહી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું..

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો