જેને બાંધકામ કમ્પ્લીશન નથી તેને ફાયર એનઓસી કેમ આપો છો? હાઈકોર્ટનો પ્રશ્ન

અમે કરીએ પછી જ તમો પગલા લો છો: હાઈકોર્ટ : 15 મીટર સુધીની ઈમારતને ફાયર એનઓસી જરૂર નહી હોવાનો નિયમ નેશનલ બિલ્ડીંગ કોડની વિરુદ્ધ: ફરી સરકારને ફેરફાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

ગુજરાતમાં કોવિડ સહિતના સમયે જે રીતે હોસ્પીટલોમાં આગ લાગી અને અનેક દર્દીઓના જીવન ગયા તથા સૂરતના કોચીંગ કલાસમાં જે રીતે આગમાં 18 બાળકોના મૃત્યુ થયા તે બાદ ફાયર સેફટીના મુદે સરકારની કામગીરી પર હાઈકોર્ટની આકરી નજર છે અને આજે ફરી એક વખત હાઈકોર્ટ અમદાવાદ મહાપાલિકાની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે શા માટે હાઈકોર્ટ કહે પછી જ પગલા લેવામાં આવે છે અને ઘટના અને પછી શા માટે જવાબદાર અધિકારી સામે પગલા લેવાતા નથી!

અમદાવાદમાં ફાયર સેફટી મુદે આજે ચાલેલી સુનાવણીમાં હવે પૂર્ણ અમલ કરવા વધુ સમય માંગ્યો હતો તેની સામે પ્રશ્ન ઉઠાવતા અદાલતે કહ્યું કે કેટલાયે વધુ સમય તમોને આપવો પડશે? જો કે સરકાર વતી રજુ થયેલા એડવોકેટ જનરલે ફાયર પરમીશન અને બાંધકામમાં જે સર્ટી. આપવામાં આવે છે જેમાં બન્નેને નહી સાંકળવા જણાવતા ઉમેર્યુ કે બન્ને અલગ બાબત છે અને અલગથી જ કાર્યવાહી થવી જોઈએ. આ તકે હાઈકોર્ટે રહેણાંક વિસ્તારમાં શા માટે હોસ્પીટલને મંજુરી અપાય છે

તે પણ પ્રશ્ન પૂછયો હતો. અદાલતે એવો પ્રશ્ન પૂછયો હતો કે જે ઈમારતને બીયુ બાંધકામ અંગેની મંજુરી જ ન હોય તેને ફાયર એનઓસી આપવાનો અર્થ શું છે. પણ અરજદારે કહ્યું કે 15 મીટર સુધીની બિલ્ડીંગને ફાયર એનઓસી નહી લેવાનો નિયમ નેશનલ બિલ્ડીંગ કોડથી વિપરીત છે. તો જે નવ મીટરની બીલ્ડીંગ છે તેને ફાયર સેફટીની જરૂર નથી તેઓ અર્થ કરાય છે પણ હોસ્પીટલમાં 9 મીટરની ઈમારત હોય તો પણ ફાયર એનઓસી જરૂરી છે. સુરતમાં તક્ષશીલામાં 22 વિદ્યાર્થીના જીવ ગયા તો પણ અન્ય બિલ્ડીંગ સામે કામગીરી થતી નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો