જીમ અનલોક: પરસેવો પાડતા શહેરીજનો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

કોરોના મહામારીએ આક્રમકરૂપ ધારણ કરતા જામનગર સહિતા રાજ્યના 36 શહેરોમાં જિમ બંધ કરાયા હતાં. તેવામાં હવે કોરોના સંક્રમણમાં ઘટાડો આવતા સરકારની ગાઇડલાઇનને પગલે આજથી શહેરોમાં જિમ ખુલ્લા મુકાયા હતાં. જિમ અનલોક થતાની સાથે જ લોકો પરસેવો પાડતા નજરે પડયા હતાં. મિનિ લોકડાઉનમાં લાંબો સમય જિમ બંધ રહ્યા બાદ જિમ ખોલવા અંગે છૂટ મળતા સવારથી જ જિમમાં લોકોએ હાજરી આપી કસરત કરી હતી. આ તકે માસ્ક સોશિયલ ડિસ્ટન્ટનું ચુસ્તપણે પાલન થાય તે અંગે તકેદારી રાખવામાં આવી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો