પાંચ વર્ષથી નાનાં બાળકોને માસ્ક નહીં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-06-2021

ત્રીજી લહેરમાં બાળકોને વધુ જોખમની અટકળો વચ્ચે ભારતમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકે જણાવ્યું છે કે, પાંચ વર્ષથી નાની વયના બાળકોને બચવા માટે માસ્ક પહેરવાની ભલામણ નથી કરાઈ.

વધુમાં છથી 11 વર્ષનાં બાળકો માવતરો, તબીબોનાં નિરીક્ષણ હેઠળ માસ્ક પહેરી શકે, તેવું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સંસ્થાએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે ખાસ બાળકોને કોવિડથી બચાવવા માટે સર્વગ્રાહી માર્ગદર્શિકા જારી કરી છે, તે મુજબ રેમડેસીવીર જેવી દવાઓ બાળકોને આપવાની નથી.

ઉપરાંત બાળકને કોરોના છે કે નહીં તે જાણવા માટે એચઆરસીટી ઈમેજિંગનો ઉપયોગ પણ જરૂર પડે તો જ વિવેકપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

કેન્દ્રની નવી માર્ગદર્શિકામાં લક્ષણ વગરના કે હળવાં લક્ષણવાળા સંક્રમિત બાળકમાં સ્ટીરોઈડનો ઉપયોગ નુકસાન કરી શકે છે તેવી ચેતવણી અપાઈ છે. આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) દ્વારા માત્ર હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેવા ગંભીર અસરવાળા બાળકોમાં જ સ્ટીરોઈડ આપવાની ભલામણ કરાઈ છે. માર્ગદર્શિકામાં હાઈરિઝોલ્યુશન’ સીટીસ્કેન (એચઆરસીટી) ફેફસાં પર અસર ગંભીર હદે થઈ હોવાની શક્યતા જણાય તેવા સંજોગોમાં જ બુદ્ધિપૂર્વક કરવાની સલાહ અપાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો