વાંકાનેર: ભલગામ નજીકથી સ્પેરપાર્ટ્સની આડમાં લવાતો વિદેશી દારૂ ભરેલો ટ્રક એલ.સી.બી.એ પકડી પાડ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વિદેશી દારૂના જથ્થાનું કટીગ થાય પેહલા જ એલસીબી ત્રાટકતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મોરબીમાં જુદા જુદા કિમીયાઓ અપનાવી બૂટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો કરતા હોય છે.

ગુજરાતમાં દારૂની હેરાફીરની થવાની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે મોરબી જિલ્લામાંથી પણ એક ટ્રક ભરીને વિદેશી દારુ ઝડપાયો હતો. ટ્રકમાંથી કટિંગ થાય એ પહેલા જ મોરબી એલસીબીની ટીમ ત્રાટકી હતી. અને વિદેશી દારૂની 1560 બોટલો સાથે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે બુધવારે મોરબી એલસીબીએ મોડી રાત્રીના વાંકાનેર તાલુકા મથકમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડ્યો છે. જેમાં મોરબી એલસીબી ટીમને ખાનગી રીતે માહિતી મળી હતી કે જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક વાંકાનેર તાલુકાના ભલગામ નજીક આવવાનો છે. જેના આધારે એલસીબી ટીમે મોડી રાત્રીના વોચ ગોઠવી અને દરોડો પાડતા  ટ્રક ન.HR 38 Z 3623 શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યો હતો.

જેમાં નજીક જોઈને તપાસ કરતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં મેગડોવેલ નો.01ની 660 નંગ બોટલ કીમત રૂપિયા 2,47,500/-,રોયલ ગોલ્ડ પ્રીમિયમ 900 નંગ કિંમત રૂપિયા 2,70,000/-, બોટલ,અશોક લેલન ટ્રક કિંમત રૂપિયા 8,00,000/- ,મારુતિ સુઝુકી કંપનીના સ્પેરોપાર્ટ્સ બોક્સ કીમત રૂપિયા 2,63,900/-,જીપીએસ સીસ્ટમ કિકટ રૂપિયા 1000/-  મળી કુલ રૂપિયા 15,82,400/- રૂપિયાનો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

જેમાં વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વિદેશી દારૂના જથ્થાનું કટીગ થાય પેહલા જ એલસીબી ત્રાટકતા ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે મોરબીમાં જુદા જુદા કિમીયાઓ અપનાવી બૂટલેગરો વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નો કરતા હોય છે. જેમાં આ વખતે એલસીબી દારૂ ઘુસાડવાની ટીમે તદ્દન નવી જ ટેક્નિક એટલે કે જેન્યુન કંપનીના સ્પેરોપાર્ટ્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

જો કે ટ્રક ચાલક નાસી જતા ટ્રકના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે.હાલ મોરબી એલસીબી પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આરોપીઓના સગડ મેળવવા કવાયત હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે મોરબી એલસીબી એ છેલ્લા એક માસમાં જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે ત્યારે આ પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? કોણે મોકલ્યો હતો ? તે રીતે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો