વાંકાનેર: ચાંચડીયા અને શેખરડી ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાયો, ટેન્કર શરુ કરાયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-06-2021

(અજય કાંજીયા દ્વારા)વાંકાનેર તાલુકાના અમુક ગામડાઓમાં પીવાના પાણીની તંગી જોવા મળતી હોય ત્યારે તાલુકા પંચાયત સદસ્યના પ્રયત્નોથી બે ગામોમાં પાણીના ટેન્કર શરુ થતા પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળે છે.

વાંકાનેર તાલુકા પંચાયતની રાતડીયા બેઠકમાં આવતા ચાંચડીયા અને શેખરડી એમ બે ગામોમાં પીવાના પાણીની સમસ્યા ભારે તકલીફદાય બની હોય જે મામલે ગ્રામજનોએ રાતડીયા તાલુકા પંચાયતના સદસ્યા જીજ્ઞાશાબેન મેરને રજૂઆત કરી હોય અને તાજેતરમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વાંકાનેર પધાર્યા હોય ત્યારે જીજ્ઞાશાબેન મેર દ્વારા પાણી પુરવઠા મંત્રીને અસરકારક રજૂઆત કરી હતી. જેથી તાત્કાલિક અસરથી ચાચડીયા અને શેખરડી એમ બે ગામમાં પાણીના ટેન્કરો શરુ કરાયા છે અને બંને ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની ગયો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો