મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

(અજય કાંજીયા દ્વારા) જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા પી.એસ.આઇ આર.પી.જાડેજાની મોરબી એ ડિવિઝનમાં બદલી થઇ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર.એ.જાડેજાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે મોરબી એ ડીવીઝનમાં ફરજ બજાવતા વી.જી. જેઠવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.વાંકાનેરમાં તાલુકા પીએસઆઇ આર.પી.જાડેજાની બદલી થઈ છે, તેવો આ પૂર્વ મોરબીના બી ડિવિઝન અને વાંકાનેર શહેર પોલીસ મથકમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમને ફરી પાછા મોરબી એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો