મોરબીથી બગથળા જવાનો રસ્તો બિસ્માર : જીવલેણ અકસ્માતની ભીતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021

મોરબીથી બગથળા સુધી જવાનો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર છે તો પણ તેને રીપેર કરવામાં આવતો નથી જેથી કરીને રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલકો સહિતના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતાં હોય છે જેથી કરીને ગામડાઓને જોડતો રસ્તો તાત્કાલિક રીપેર કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવાં આવી છે. આ રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ છે જેને રીપેર કરવા માટે અવાર નવાર રજૂઆત કરવામાં આવી છે તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અને ગત ચોમાસાથી લઈને અત્યાર સુધીમાં ગામડાઓને જોડતો રસ્તો બિસ્માર હતો તો પણ તેને રીપેર કરવામાં કેમ આવ્યો નથી તે સૌથી મોટો સવાલ છે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે. જેમાં લોકોને નાના મોટી ઇજાઓ પણ થાય છે તો પણ રોડનું કામ કરવામાં આવ્યું નથી અને આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે જીવલેણ અકસ્માત થાય તેવી શ્ક્યતા છે જેથી કરીને વહેલી તકે આ રોડ રીપેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો