(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-06-2021
રાજય સરકારની સૂચના મુજબ મોરબી જિલ્લાનાં 18 થી 44 વર્ષની વય જૂથ ધરાવતા લોકોને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને મોરબી જીલ્લાનાં કુલ 15 સ્થળો ઉપરથી વેકસીન આપવામાં આવી રહી છે જો કે, અત્યાર સુધી દરેક સેન્ટરને રોજના 200 ડોઝ આપવામાં આવતા હતા જો કે, આજે તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી કરીને કોવિન પોર્ટલ ઉપરથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી હોય તેવા આખા જીલ્લામાં 1500 યુવાનોને વેકસીન તદન વિના મુલ્ય આપવામાં આવશે ગત તા 4/6 થી જીલ્લાનાં કુલ 15 સ્થળો ઉપરથી 18 થી 44 વર્ષ ની વય જૂથ ધરાવતા લોકોને વેકશીન આપવામાં આવી રહી છે અને યુવાનો ઉત્સાહ ભેર વેક્સિન મુકાવી પણ રહયા છે હાલમાં મોરબી જીલ્લામાં વેક્સિન મૂકવામાં આવે છે તે સ્થળોમાં મોરબી તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લાલપર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ભરતનગર, સામુહીક આરોગ્ય કેન્દ્ર જેતપર (મ), સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર મોરબી, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક), ટંકારા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાવડી, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર લજાઈ માળીયા તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી, વાંકાનેર તાલુકામાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ઢુવા, સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ટીકર નો સમાવેશ થાય છે. ત્યાં અત્યાર સુધી દરરોજના 200 ડોઝ આપવામાં આવતા હતા જો કે આજે બુધવારે તમામ સેન્ટરો ઉપર 100 ડોઝ આપવામાં આવશે જેથી કરીને મોરબી જીલ્લામાં કાલે 18 થી 44 વર્ષની વય જૂથના 1500 લાભાર્થીઓને તદન વિના મુલ્ય કોરોના રસીકરણ કરી આપવામાં આવશે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો