વાંકાનેર: પીજીવીસીએલનું વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગ્યું

વાંકાનેરના દીવાનપરામાં બનેલી ઘટના નાગરિકોએ જીવના જોખમે આગ ઓલવવા પ્રયાસ કર્યા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

(અજય કાંજીયા દ્વારા) વાંકાનેરના જીનપરા વિસ્તારમાં આજે ભરબપોરે વીજ ટ્રાન્સફોર્મર ભડભડ સળગી ઉઠતા સ્થાનિકોએ જીવના જોખમે આગ બુઝાવવા પ્રયત્નો કર્યા હતા. બાદમાં વીજકર્મીની ટીમે આગ ઓલવી હતી.

મળેલી માહિતી મુજબ આજે બપોરના સમયે વાંકાનેરના દીવાનપરા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મર અચાનક સળગી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને હિંમતવાળા સ્થાનિક નાગરિકોએ આગ ઓલવવા પ્રયત્નો કર્યા હતા. આરતી માં લાગેલી આગ ઓલવવા માટે ધૂળ અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આમ છતાં આપરંતુ આગ બુઝાઈ ન હતી. બાદમાં વીજ કર્મચારીઓની ટિમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ બુઝાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

મળેલ માહિતી મુજબ પીજીવીસીએલ પાસે અગ્નિશામક બોટલ ન હોવાના કારણે કયાંથી બોટલ લાવીને ટીસી માં લાગેલી આગ બુઝાવી હતી

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો