Nasal Vaccine: કોવિડ-19 રસીથી તે કઇ રીતે અલગ છે અને કેટલી અસરકારક છે? જાણો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને હવે અધિકારીઓએ લોકોને રસી આપવા અને તેમને ભયાનક વાયરસના ત્રીજી લહેરથી બચાવવા માટેની કવાયત વધુ તીવ્ર બનાવી દીધી છે. આ રસી મોટા પાયે ઉત્પન્ન કરવા અને તેને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવાનાં પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે નેઝલ સ્પ્રે પર સંશોધન ચાલી રહ્યું છે, અને જો સફળ થશે તો તેનાથી ભારતનાં રસીકરણ અભિયાનને વેગ મળશે.

Nasal Vaccine  શું છે?: Nasal Vaccine હાથની જગ્યાએ નાક દ્વારા આપવામાં આવે છે. તેનું લક્ષ્ય ડોઝની જેમ સ્પ્રેને સીધા જ શ્વસન માર્ગમાં પહોંચાડવાનું છે. ગયા વર્ષે, વૈજ્ઞાનિકોએ કોવિડ -19 સામે એક રસી વિકસાવી હતી જે નાક દ્વારા એક ડોઝમાં આપી શકાય છે અને તે ઉંદરોમાં ચેપ અટકાવવામાં અસરકારક રહી હતી. સેલ જર્નલમાં પ્રકાશિત સંશોધન સૂચવે છે કે નાક દ્વારા ડિલિવરી ચેપના પ્રારંભિક સ્થળને લક્ષ્યમાં રાખે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. થોડા દિવસો પહેલા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ કહ્યું હતું કે ભારતમાં નેઝલ વેક્સિન બનાવવા માટે ટ્રાયલ ચાલી રહ્યા છે, અને તે ‘બાળકો માટે ગેમ ચેન્જર’ બની શકે છે. ભારત બાયોટેક દ્વારા વિકસિત ઇન્ટ્રાનાસલ રસી BBV154 પહેલાથી જ પ્રિ ક્લિનિકલ ટ્રાયલનાં તબક્કામાં છે.

નેઝલ વેક્સિનના ફાયદા?: આ રસીનો ડોઝ લેવા માટે કોઈ સોયની જરૂર નથી અને હેલ્થકેર વર્કર્સની પણ જરૂર પડતી નથી. તેમાં કોરોના વાયરસનું નબળું સ્વરૂપ વપરાય છે. વૈજ્ઞાનિકોનાં જણાવ્યા મુજબ, ઇન્ટ્રાનાસલ રસીનો મહત્વનો ફાયદો એ છે કે તે વાયરસના પ્રવેશ સ્થાન એટલે કે નાક પર એક મજબૂત રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. એનાથી વાયરસ અને ટ્રાન્સમિશન સામે સુરક્ષામાં મદદ મળે છે. જો પ્રવેશનાં આ તબક્કે કોરોના વાયરસને રોકી શકાય છે, તો તે ફેફસાંમાં નુકસાન પહોંચાડવા માટે  સક્ષમ બની શકશે નહીં.

ભારત બાયોટેકની નેઝલ વેક્સિન: હાલમાં, ભારત બાયોટેકની નેઝલ વેક્સિન માનવ ટેસ્ટના પ્રથમ તબક્કામાં છે. કંપનીનો દાવો છે કે તે ચેપ અને કોવિડ -19 બંનેને રોકવામાં મદદ કરે છે. રિપોર્ટ મુજબ, ભારત બાયોટેકને અપેક્ષા છે કે વર્ષના અંત સુધીમાં તેની  નેઝલ વેક્સિનનાં 10 કરોડ ડોઝ બહાર પાડવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો