મુંબઇમાં મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના 30 ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો છે. અહીં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. મુંબઈમાં સોમવારે સવારે 3 કલાક જોરદાર વરસાદ થયો. એ પછી જર્જરિત ઈમારતોને ખાલી કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. એક તરફ કેરળ, લક્ષદ્રીપ, સમગ્ર દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વી રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ પંજાબ અને હરિયાણામાં સખત ગરમી પડી રહી છે.

મોસમ વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત, દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશમાં 20 જૂન પછી મોન્સૂન પહોંચવાનું અનુમાન છે. આ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં મંગળવારે વરસાદનું યલો અલર્ટ આપવામાં આવ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો