(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021
કોરોના મહામારીને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ફરી મા કાર્ડની મુદત વધારાઇ 31 જુલાઇ 2021 સુધી વધારાઇ મુદત
તાજેતરમાં મળેલી રાજ્ય સરકારની બેઠકમાં કોરોના કાળ હોવાથી રૂપાણી સરકારે મા કાર્ડની મુદતમાં ફરી વધારો કર્યો છે. હવે મા કાર્ડની મુદત આગામી 31 જુલાઇ 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રીએ કરી જાહેરાત: આ અંગે જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને રાજ્યની કચેરીઓ બંધ રહેતી હોય છે. જેથી આવકના દાખલા કઢાવવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે.
આગામી 31 જુલાઈ 2021 સુધી મુદત લંબાવાઈ: જેથી નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર માટે સહાયરૂપ થવા માટે મા-કાર્ડની મુદ્દત આગામી ૩૧મી જુલાઇ, ૨૦૨૧ સુધી લંબાવવાનો આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો