નોકરિયાત વર્ગ માટે આવ્યા મોટા સમાચાર! જલ્દી વધી શકે છે તમારું PF, જાણો શું છે સરકારની યોજના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-06-2021

નોકરિયાત વર્ગ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે નોકરી કરો છો તો જાણી લો કે જલ્દી જ તમારા પીએફમાં વધારો થશે એટલે કે હાલ જેટલું તમારું પીએફ કપાય છે, તેનાથી વધુ પીએફ હવે કપાશે. કેન્દ્ર સરકાર જલ્દી જ નવો લેબર કોડ લાગૂ કરવા જઇ રહી છે. નવા લેબર કોડ (New labour code)ના લાગૂ થયા બાદ કર્મચારીઓની ઓન હેન્ડ સેલેરી (On Hand Salary) ઓછી થઇ જશે અને પીએફ (Provident Fund) વધી જશે. પહેલા આ કોડને 1 એપ્રિલ, 2021થી લાગૂ કરવાનો હતો. પરંતુ કોઇ કારણોસર તેને ટાળી દેવાયો હતો. જોકે હવે સરકાર આગામી 2-3 મહિનામાં તેને લાગૂ કરી શકે છે.

આપને જણાવી દઇએ કે નવા લેબર કોડમાં કર્મચારીઓની ટેક હોમ સેલેરી (Take Home Salary)માં કપાત થશે અને પીએફ કન્ટ્રીબ્યુશન (PF Contribution) વધી જશે. મની કન્ટ્રોલના અહેવાલો અનુસાર, એક વખત વેજ કોડ લાગૂ થયા બાદ કર્મચારીઓના બેઝિક પે (Basic Pay) અને પ્રોવિડંટ ફંડની ગણતરીની રીતમાં ઘણા મોટા બદલાવ થશે.

આ 4 લેબર કોડ થશે લાગૂ- સરકાર જે 4 લેબર કોડને લાગૂ કરવા અંગે વિચાર કરી રહી છે, તેમાં ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ, કોડ ઓન ઓક્યૂપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન્સ કોડ અને સોશ્યલ સિક્યોરીટિ કોડ ઓન વેજિસ શામેલ છે.

જાણો, શું છે ન્યૂ વેજ કોડ- આપને જણાવી દઇએ કે વેજ કોડ એક્ટ, 2019 અનુસાર હવે કોઇ પણ કંપનીમાં કર્મચારીઓની બેઝિક સેલેરી કંપનીના ખર્ચના 50 ટકાથી ઓછી ન હોવી જોઇએ. નવો કોડ લાગૂ થયા બાદ તમારા સીટીસીના 50 ટકા બેઝિક સેલેરી તરીકે મળશે. જો આમ થાય છે તો પ્રોવિડન્ટ ફંડ અને ગ્રૈચ્યુટીમાં તમારું યોગદાન વધી જશે. આ સિવાય ન્યૂ વેજ કોડ લાગૂ થયા બાદ બોનસ, પેન્શન, વાહન ભથ્થું, મકાન ભાડાનું ભથ્થુ, આવાસ લાભ, ઓવર ટાઇમ વગેરેથી બહાર થઇ જશો.

સેલેરીમાં માત્ર 3 વસ્તુ રહેશે સામેલ- નવા કોડમાં તમારી સેલેરીમાં માત્ર 3 વસ્તુઓ સામેલ કરવામાં આવશે. તેમાં પહેલી છે બેઝિક સેલેરી, બીજું છે ડીએ અને ત્રીજું છે રીટેન્શન પેમેન્ટ. આપને જણાવી દઇએ કે, બેઝિક સેલેરીને બાદ કરીને સીટીસીમાં સામેલ કરાયેલ અમુક અન્ય વસ્તુ 50 ટકાથી વધુ ન હોય અને અડધામાં બેઝિક સેલેરી હોવી જોઇએ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો