ચીનના વુહાન લેબમાં 1000થી વધારે જાનવરોના બદલવામાં આવ્યાં હતા જીન, તેના કારણે જ વાઇરસ પેદા થયો કોરોના

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

કોરોના વાઇરસ ચીનની વુહાન લેબોરેટરીમાંથી નીક્ળ્યો હોવાની અટકળો વચ્ચે હવે પ્રાણીઓના જીન બદલવાનો મુદ્દો પ્રકાશમાં આવ્યો છે.

બ્રિટિશ પત્રકારના રિપોર્ટ અનુસાર, જેનેટિક ઇજનેરીની મદદથી 1000થી વધુ પ્રાણીઓના જીન બદલવામાં આવ્યા છે, જેમાં ઉંદર, સસલું, ચામાચિડીયું, અને વાંદરાનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ છેકે વુહાનમાંથી જ આખી દુનિયામાં કોરોના વાઇરસ ફેલાયો છે.

બ્રિટિશ પત્રકાર જૈસ્પર બેકરે ચીની માધ્યમોમાં પ્રકાશિત અનેક લેખોનો હવાલો ટાંકીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે કે વુહાન લેબમાં 1000થી વધુ પ્રાણીઓના જીન બદલવામાં આવ્યા છે. આ પ્રાણીઓને વાઇરસના ઇન્જેક્શન આપવામાં આવ્યા કે જેથી એમના જીન બદલાઇ જાય.વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે ઇન્જેક્શનમાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રીના લીધે કોરોના વાઇરસની ઉત્પત્તિ થઇ.

ચીન એની પ્રયોગશાળાઓમાં એવા પ્રયોગો પણ કરાવી રહ્યું છે કે જે અન્ય દેશોમાં પ્રતિબંધિત છે. ચીનાઓ, માણસો પર પણ પ્રયોગો કરી રહ્યાં છે કે જે અન્ય કેટલાય દેશોમાં ગેરકાયદે અને અનૈતિક છે ચીની શિક્ષણશાસ્ત્રીઓએ વુહાન લેબ વિષે પ્રસિધ્ધ કરેલા અનેક લેખો પૈકી એક લેખનું શીર્ષક છે : કોરોનાની સંભવિત ઉત્પત્તિ આ લેખમાં જણાવાયું છે કે વુહાન સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન ખાતેની લેબોરેટરીમાં માંદા પશુઓને રાખવામાં આવ્યા છે. એમાં ૬0૫ ચામાચિડીયા છે કે જે સંશોધકો પર હુમલા પણ કરે છે.

કેટલાક ચીની વિશેષજ્ઞો એમ પણ કહી રહ્યા છે કે વુહાનની વાયરોલોજિસ્ટ શી ઝેંગલીએ ચામાચિડીયા વિષેના સંશોધન માટે કેટલીય વાર અંતરિયાળ ગુફાઓની મુલાકાત લીધી હતી.

ચીનમાં બેટ વુમન (ચામાચિડીયા વિષે સંશોધન – કાર્ય કરતી મહિલા) ના નામે ઓળખાતી ઝેંગલીએ જ લેબોરેટરીમાં કોરોના વાઇરસ બનાવ્યોે હોય એ વાતનો ઇન્કાર કરી શકાય નહિ, એમ વિશેષજ્ઞોએ ઉમેર્યું. અનેક સ્થાનિક અખબારોએ જૈસ્પર બેકરના રિપોર્ટને અગ્રીમ ધોરણે પ્રસિધ્ધ કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો