(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021
ગુજરાતમાં આવતીકાલથી સ્કૂલો શરૂ થનાર છે અને બાળકોનુ શિક્ષણકાર્ય ઓનલાઈન શરૂ થઈ જનાર છે ત્યારે ધો.1માં આરટીઈ હેઠળ પ્રવેશ લેનારા એક લાખથી વધુ વિદ્યાર્થી હાલ પ્રવેશથી વંચિત છે.
સરકાર દ્વારા હજુ સુધી ધો.1મા મફત પ્રવેશ માટેની આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન)ની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ નથી.કોરોનાને લીધે ગત વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા મોડી શરૂ થઈ હતી ત્યારે આ વર્ષે પણ હજુ સુધી પ્રવેશ પ્રક્રિયા જાહેરાત કરાઈ નથી.
કોરોનાને લીધે સરકારી કચેરીઓ-સિટી સિવીક સેન્ટરો બંધ હોવાથી આવકના દાખલા નીકળી શકે તેમ ન હોઈ આરટીઈ પ્રવેશ કામગીરી શરૂ કરાઈ ન હતી પરંતુ હવે તો સરકારે તમામ પ્રકારની છુટો આપી છે અને સરકારી કચેરીઓ પણ 100 ટકા સ્ટાફ સાથે શરૂ કરવામા આવનાર છે તેમ છતાં હજુ સુધી આરટીઈ પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત થઈ નથી.
આરટીઈ પ્રવેશ માટેની જાહેરાત થયા બાદ ઓનલાઈન પ્રવેશ ફોર્મની પ્રક્રિયા ચાલશે અને ત્યારબાદ ફોર્મ સબમિશન અને ફોર્મ સ્ક્રૂટિની પ્રક્રિયા બાદ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ ધો.1ના બાળકોને આરટીઈમાં થશે. પરંતુ હજુ સુધી પ્રક્રિયા જ શરૂ થ ન કરાતા બાળકોને પ્રવેશ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે અને એક મહિના જેટલો વિલંબ થાય તો આ ભણવાનું બગડશે તે કઈ રીતે પુરૂ કરાશે.
આરટીઈના પ્રવેશ શરૂ ન થતા આ વર્ષે ધો.1માં આવનારા ગરીબ બાળકોના વાલીઓ ના છુટકે ખાનગી સ્કૂલોમાં ફી ખર્ચી પ્રવેશ લેવા મજબૂર બન્યા છે. જો કે શિક્ષણ વિભાગે ખાનગી સ્કૂલોને આરટીઈ હેઠળના બાળકો માટે તમામ પ્રક્રારની શિક્ષણકાર્યની સુવિધા આપવા અને શિક્ષણકાર્ય શરૂ કરવા આદેશ કર્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો