બાળકો માટેની વેક્સિનને લઈને સૌથી મોટા સમાચાર, 100 ટકા અસરકારક હોવાનો દાવો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

ભારતમાં ત્રણ વેક્સિન- કોવિશીલ્ડ, કોવેક્સીન અને રશિયા દ્વારા બનાવવામાં આવેલી સ્પૂતનિક ઉપલબ્ધ છે. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને આ વેક્સિન આપવામાં આવી રહી છે.

કોરોનાની બે લહેરાના કારણે અત્યાર સુધી 17 કરોડ 40 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. એકલા ભારતમાં જ સંક્રમિતોનો આંકડો 2.89 કરોડને પાર પહોંચી ગયો છે. કોરોના સંક્રમણને ફેલાવતું અટકાવવાનો એક માત્ર ઉપાય વેક્સિનેશન છે. ભારતમાં ત્રણ વેક્સિન- કોવિશીલ્ડ, કોવેક્સીન અને રશિયા દ્વારા બનાવવામાં આવેલી સ્પૂતનિક ઉપલબ્ધ છે. 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને આ વેક્સિન આપવામાં આવી રહી છે.

પરંતુ હાલ બાળકોને વેક્સિન આપવામાં નથી આવી રહી. જે તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતાનો વિષય છે. બાળકો પર પણ કોરોના વેક્સિનનો ટ્રાયલ થઈ રહ્યો છે. ભારતમાં 7 જૂનથી 12થી 18 વર્ષના બાળકોમાં કોવેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવી ગયું છે. આ વચ્ચે હાલમાં જ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ એક વેક્સિનને 12-15 વર્ષના બાળકો માટે 100 ટકા અસરદાર છે તેમ કહ્યું છે.

ફાઈઝરની વેક્સીન છે ખૂબ અસરદાર: હાલમાં જ ન્યૂ ઈંગ્લેજ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક નવા અભ્યાસ અનુસાર વૈજ્ઞાનિકોએ ફાઈઝર વેક્સિનને બાળકોમાં ખૂબ અસરકારક પ્રભાવ જોયા છે. વૈજ્ઞાનિકો અનુસાર વેક્સિનના બન્ને ડોઝ લીધાના સાત દિવસો બાદ બાળકોમાં વેક્સિનનો પ્રભાવ 100 ટકા સુધી જોઈ. વૈજ્ઞાનિકોએ 12થી 15 વર્ષની ઉંમરના 2,260 બાળકો પર અભ્યાસ કર્યો હતો. જેમાં 1,131ને વેક્સીન અને 1,129ને પ્લેસીબો આપવામાં આવ્યા.

ઘણા સ્તર પર કરવામાં આવ્યો અભ્યાસ: 1,308ને વેક્સિનેશનનો બીજો ડોઝ આપ્યા બાદ તેમનું બે મહિના સુધી નિરિક્ષણ કરવામાં આવ્યું. આ ઉપરાંત એક અન્ય સમુહમાં 16થી 25 વર્ષના લોકોમાં વેક્સિનની રિયોક્ટોજેન્સિટી અને ઈન્યુનોજેનેસિટીની તુલના કરવામાં આવી.

12થી 15 વર્ષના બાળકોમાં જોવા મળ્યા આ પરિણામ: બાળકોમાં વેક્સિનેશન બાદ સૌથી વધુ માથાનો દુખાવો અને થાક જેવા સાઈડ ઈફેક્સનો અનુભવ કર્યો. જોકે 16-25 વર્ષીના બાળકોની તુલનામાં 12-15 વર્ષીના બાળકોમાં વેક્સિનેશન બાદ ગંભીર માથાનો દુખાવો અને થાક જોવા મળ્યા. આ ઉપરાંત 12-15 વર્ષના બાળકોમાં વેક્સિનની પ્રતિરક્ષા પ્રક્રિયા 16-25 વર્ષના યુવા વયસ્કોની તુલનામાં સારી જોવા મળી. આ આધાર પર અભ્યાસમાં નિષ્ણાંતોએ ફાઈઝર વેક્સીનની પ્રભાવશીલતા 100 ટકા જોઈ.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો