મોરબી જીલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અજયભાઈ લોરિયાએ કાર્યભાર સંભાળ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-06-2021

મોરબી જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની તાજેતરમાં રચના કરી ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મહત્વની એવી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અજય લોરીયાની નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે અજય લોરીયા એ શ્રીફળ વધેરી વિધિવત રીતે ચેરમેન તરીકેનો ચાર્જ સાંભળી લીધો છે

ચેરમેન તરીકે કાર્યભાર સાંભળી અજય લોરીયાએ જણાવ્યું હતું કે જિલ્લાના છેવાડાના લોકોના કામ કરવા માટે હું કટિબદ્ધ છે અને જિલ્લાનો સમતોલ વિકાસ થાય એ મારી પ્રાથમિકતા રહેશે અને આ માટે મેં મારા ખર્ચે કાર્યાલય મંત્રી તરીકે બાંધકામ શાખાના નિવૃત સેક્સન ઓફિસર સુમરાભાઈની નિમણૂક કરી છે એટલે સુમરાભાઈ ઓફીસ સમય દરમ્યાન બાંધકામ સમિતિની ઓફીસમાં હાજર જ રહેશે અને જે લોકોને બાંધકામને લાગતું કામ હોય એ સુમરાભાઈ – 98252 61414 નો સંપર્ક કરે અને આમ છતાં કોઈ કામ ન થતુ હોય તો મારો સંપર્ક 99134 33333 કરવો

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો