વાંકાનેર પંથકમાં સાંજે અડધાથી એક ઇંચ જેટલો વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

(અજય કાંજીયા દ્વારા) ભારે બફારા બાદ આજે વાંકાનેરમાં સાંજના સાડા પાંચથી છ વાગ્યાની આસપાસ અડધાથી એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. આજે સાંજના વાંકાનેર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડયો હતો, અમુક વિસ્તારમાં અડધો ઇંચ તો અમુક વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે.

આ વરસાદથી ખેડુતો ધંધે લાગી ગયા છે માંડ માંડ ખેતીકામ પૂરું કર્યું હતું અને અગાઉ વાવવાની તૈયારી કરતા હતા તેવામાં વરસાદ પડતા હવે ખેડૂતોને મહેનત વધશે. અમૂક વિસ્તાર માં વરસાદ સાથે પવન પણ હતો.

જોકે લોકોને ગરમીથી રાહત મળતા વરસાદી માહોલનો આનંદ માણી રહ્યા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો