ઈન્ક્મ ટેક્ષ રિટર્ન ફાઈલ નથી કર્યું તો આગામી મહીનેથી બમણું TDS

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-06-2021

જો તમે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કરી રહ્યા તો એક જુલાઈથી તમને વધારે ટીડીએસ અને ટેક્સ આપવો પડી શકે છે. ફાયનાન્સ એક્ટ 2021 મુજબ જો કોઈ ટેક્સપેયરે છેલ્લા બે વર્ષથી ઈન્કમ ટેક્સ ફાઈલ નથી કર્યો તો તેને વઝારે ટીડીએસ અને ટેક્સ (TCS) આપવો પડશે. જો આ બે વર્ષોમાં ટીડીએસ કે ટીસીએસના બાકી લેણાંની રકમ 50 હજારથી વધારે છે તો ઊંચી દરોના હિસાબથી ટીડીએસ આપવું પડશે. આ નિયમ 1 જુલાઈ 2021થી લાગુ થશે.

નવા ટીડીએસ નિયમો મુજબ ઈન્કમ ટેક્સ એક્ટ 1961ના સેક્શન 206AB હેઠળ આયકર કાનૂનના હાલના પ્રાવધાનોને બમણા કે પ્રચલિત દરના બમણામાં કે પછી પાંચ ટકામાંથી જે પણ વધારે હોય તે હિસાબથી ટીડીએસ લાગી શકે છે. ટીસીએસના માટે પણ હાલના પ્રાવધાનો મુજબ પ્રચલિત દર કે પાંચ ટકામાં જે પણ વધારે હોય તે હિસાબ તે નક્કી થશે.

આયકર કાનૂનનો આ નિયમ સેલરી, કર્મચારીઓનું બાકી પેમેન્ટ, ક્રોસ વર્ડ કે લોટરીમાં જીતેલી રકમ, હોર્સ રેસ પર જીતેલી રકમ, સિક્યોરિટાઈઝેશન ટ્રસ્ટમાં રોકાણથી હાંસલ આવક અને કેશ વિડ્રોલ પર લાગુ નહીં પડે. સેક્શન 206એબી હેઠળ ભારતમાં સ્થાયી પ્રતિષ્ઠાન ન રાખનાર રેસિડેન્ટ ટેક્સપેયર ઉપર પણ આ નિયમ લાગુ નહીં પડે. જો બંને સેક્શન 206AA અને 206AB લાગુ પડે છે તો ટીડીએસ રેટ ઉપર જણાવેલ દરોથી વધારે હશે. જ્યાં સુધી ટીસીએસનો સવાલ છે તો સેક્શન 206CC અને 206CCA હેઠળ ટીસીએસ લાગુ થશે. ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખ પહેલાં 31 જુલાઈ હતી પણ હવે તેને વધારીને 30 સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો