મોરબી-રાજકોટ વચ્ચે ડાયરેક્ટ રેલ્વે લાઈનની કામગીરી અંગે રજૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-06-2021

(અજય કાંજીયા દ્વારા) મોરબી-રાજકોટ વચ્ચે ડાયરેક્ટ રેલ્વે લાઈનના કામ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે. ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજુઆતમાં જણાવાયું છે કે હાલમાં મીડિયામાં મોરબીથી વાયા આમરણ-જોડિયા થઇને રેલ્વે લાઈન નાખવાની માંગણીના સમાચાર પ્રસિદ્ધ થયા તો જૂની વાત યાદ આવી ગઈ કે મોરબીના આગેવાનો દ્વારા મોરબીથી રાજકોટ વાયા ટંકારા થઇને રેલ્વે લાઈન માટે માંગણી કરવામાં આવેલ હતી. અને સમાચાર મુજબ સરકારે આ માટે સર્વે ટીમ પણ મોકલી હતી. તો આ બાબતે હાલમાં શું નિર્ણય કરવામાં આવેલ છે તે જણાવવા અપીલ કરાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો